કેટલાક જજ અને મેજિસ્ટ્રેટોએ પોતાની સમક્ષ થયેલ ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત - કલમ:૩૫૨

કેટલાક જજ અને મેજિસ્ટ્રેટોએ પોતાની સમક્ષ થયેલ ગુનાઓની ઇન્સાફી કાયૅવાહી ન કરવા બાબત

કલમો ૩૪૪ ૩૪૫ ૩૪૯ એન ૩૫૦માં ઠરાવ્યુ હોય તે સિવાય (હાઇકોટૅના જજ સિવાયના) ફોજદારી કોટૅના કોઇ જજ કે મેજીસ્ટ્રેટ કલમ ૧૯૫માં ઉલ્લેખાયેલો કોઇ ગુનો પોતાની સમક્ષ કે પોતાના અધિકારનો તિરસ્કાર થાય એ રીતે કરવામાં આવે અથવા કોઇ ન્યાયિક કાયૅવાહી દરમ્યાન એવા જજ કે મેજીસ્ટ્રેટ તરીકે પોતાના ધ્યાન ઉપર લાવવામાં આવે ત્યારે તે ગુના માટે કોઇ વ્યકિત સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકશે નહી.