
ફેંસલાની ભાષા અને વિગતો
(૧) આ અધિનિયમથી સ્પષ્ટપણે બીજી રીતે ઠરાવ્યુ હોય તે સિવાય કલમ ૩૫૩માં ઉલ્લેખાયેલા દરેક ફૈસલો
(ક) કેડેટની ભાષામાં લખવો જોઇશે
(ખ) તેમા નિણૅય માટેનો મુદ્દો કે ઉપરનો નિણૅય અને નિણૅયના કારણો હોવા જોઇશે
(ગ) આરોપીને કોઇ ગુના માટે દોષિત ઠરાવવામાં આવ્યો હોય તો તે ગુનો અને ભારતના
ફોજદારી અધિનિયમની કે બીજા કાયદાની જે કલમ હેઠળ તેને દોષિત ઠરાવવામાં આવ્યા હોય તે કલમ અને તેને કરવામાં આવી હોય તે સજા ફેંસલામાં દશૅ વવા જોઇશે (ઘ) નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો ફેંસલો હોય તો આરોપીને જે ગુના માટે નિર્દીષ કરાવ્યો હોય તે ગુનો તેમાં જણાવવો જોઇશે અને તેમા આરોપીને છોડી મુકવાનો આદેશ આપવો જોઇશે.
(૨) ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ કોઇને દોષિત ઠરાવવામાં આવે અને તે કાયદાની બે કલમોમાંથી કઇ કલમ હેઠળ અથવા તેની એક જ કલમના બે ભાગમાંથી કયા ભાગ હેઠળ ગુનો આવે છે તે વિશે શંકા હોય ત્યારે કોટૅ તે સ્પષ્ટ રીતે જણાવીને વૈકલ્પિક ફેંસલો આપવો જોઇશે
(૩) મોતની કે વિકલ્પે જન્મટીપની અથવા કેટલાક વરસની કેદની શિક્ષાને પાત્ર ગુનો સાબિત થાય ત્યારે કરવામાં આવેલી સજાના કારણો ફેંસલામાં જણાવવા જોઇશે અને મોતની સજા કરવામાં આવે ત્યારે એવી સજા માટેના ખાસ કારણો જણાવવા જોઇશે (૪) એક વરસ કે તેથી વધુ મુદત માટેની શિક્ષાને પાત્ર ગુનો સાબિત થાય પરંતુ કોટૅ ત્રણ મહિના કરતા ઓછી મુદતની કેદની સજા કરે ત્યારે ને સજા કોર્ટે ઊઠતા સુધીની હોય અથવા કેસની ઇન્સાફી કાર્યવાહી આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ સંક્ષિપ્ત રીતે કરવામાં આવી હોય તે સિવાય કોટૅ એવી સજા કરવાના કારણો નોંધવા જોઇશે (૫) કોઇ વ્યકિતને મોતની સજા કરવામાં આવે ત્યારે તેને ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવવો એ પ્રમાણે સજાના હુકમમાં આદેશ આપવો જોઇશે (૬) કલમ ૧૧૭ હેઠળ અથવા કલમ ૧૩૮ની પેટા કલમ (૨) હેઠળના દરેક હુકમમાં અને કલમ ૧૨૫ કલમ ૧૪૫ કે કલમ ૧૪૭ હેઠળ કરેલા દરેક આખરી હુકમમાં નિણૅય માટેનો મુદ્દો કે મુદા તેની ઉપરનો નિણૅય અને નિણૅયના કારણો હોવા જોઇશે
Copyright©2023 - HelpLaw