મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના ફેંસલા - કલમ:૩૫૫

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના ફેંસલા

આ અધિનિયમમાં આ પહેલા ઠરાવ્યુ છે તે રીતે લેખિત ફેંસલો આપવાને બદલે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ નીચેની વિગતોની લેખિત નોંધ કરવી જોઇશે

(ક) કેસનો અનુક્રમ નંબર (ખ) ગુનો થયાની તારીખ

(ગ) ફરીયાદી હોય તો તેનુ નામ (ઘ) આરોપીનુ નામ અને તેના માતા કે પિતાનુ નામ અને તેનુ રહેઠાણ

(ચ) જેને માટે ફરિયાદ થઇ હોય તે અથવા સાબિત થયો હોય તે ગુનો

(છ) આરોપીનો જવાબ અને તેની (થયેલ હોય તે) જુબાની

(જ) આખરી હુકમ (ઝ) તે હુકમની તારીખ

(ટ) જે કેસમાં કલમ ૩૭૩ હેઠળ કે કલમ ૩૭૪ની પેટા કલમ (૩) હેઠળના આખરી હુકમ ઉપર અપીલ થઇ શકતી હોય તેમા કારણોની ટુકી નોંધ