
અગાઉ દોષિત ઠરેલા ગુનેગારના સરનામાની જાણ કરવાનો હુકમ
(૧) ભારતની કોઇ કોટૅ ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૨૧૫ કલમ ૪૮૯-ક કલમ ૪૮૯-ખ કલમ ૪૮૯-ગ કે કલમ ૪૮૯-ઘ અથવા કલમ ૫૦૬ (ગુનાહિત ધમકી આપવામાં આવે તો સાત વષૅ સુધીની કેદની સજા અથવા તો દંડ અથવા તો બંનેની જોગવાઇ કરવામાં આવી છે.) હેઠળ અથવા તે અધિનિયમના પ્રકરણ ૧૨ (અથવા પ્રકરણ ૧૬) પ્રકરણ ૧૭ હેઠળ ત્રણ વરસ કે તેથી વધુ મુદત સુધીની કોઇ પણ પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવેલ વ્યકિતને તે કલમો કે તે પ્રકરાણો હેઠળ ત્રણ વરસ કે તેથી વધુ મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે બીજા વગૅના મેજિસ્ટ્રેટ સિવાયની કોર્ટ ફરી દોષિત ઠરાવે ત્યારે તે કોર્ટ પોતાને યોગ્ય લાગે તો તે વ્યકિતને કેદની સજા ફરમાવતી વખતે એનો પણ હુકમ કરી શકશે કે છૂટયા પછીના તેના રહેઠાણની અને તેમા થતા ફેરફારની કે ત્યાંથી તેની ગેરહાજરીની જાણ સજા પુરી થયાની તારીખથી વધુમાં વધુ પાંચ વર્ષની મુદત સુધીઆ અધિનિયમમાં હવે પછી જણાવ્યા પ્રમાણે કરવી (૨) પેટા કલમ (૧)માં જણાવેલા ગુના સબંધી તેની જોગવાઇઓ એવા ગુના કરવાના ગુનાહિત કાવતરાને અને એવા ગુનાઓના દુષ્પ્રરણને અને તે કરવાની કોશિશોને પણ લાગુ પડે છે
(૩) અપીલ ઉપરથી કે બીજી રીતે એવી ગુના સાબિતી રદ કરવામાં આવે તો તે કુમ ફોક થશે
(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ કોટૅ અથવા પોતાની ફેરતપાસની સતા વાપરતી વખતે સેશન્સ કોટૅ કે હાઇકોટૅ પણ કરી શકશે
(૫) છુટેલા કેદીઓના રહેઠાણ કે તેમાં થતા ફેરફાર કે ત્યાંથી તેમની ગેરહાજરી સબંધી આ કલમની જોગવાઇઓના અમલ કરવા માટે રાજય સરકાર જાહેરનામાથી નિયમો કરી શકશે.
(૬) આવા નિયમોમાં તેના ભંગ માટેની શિક્ષા માટે જોગવાઇ કરી શકશે અને એવા કોઇ નિયમનો ભંગ કર્યુ હતુ જેના ઉપર તહોમત મુકવામાં આવ્યું હોય તે વ્યક્તિ સામે તેણે મોનાના રહેઠાણ તરીકે છેલ્લે જણાવેલ સ્થળ જે જિલ્લામાં આવેલુ હોય તે જિલ્લામાં કાયદેસર હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ ઇન્સાફી કાર્યવાહી કરી શકશે
Copyright©2023 - HelpLaw