
વળતર આપવાનો હુકમ
(૧) કોઇ કોટૅ દંડની સજા અથવા દંડ સાથેની કોઇ (મોતની કે બીજી) સજા કરે ત્યારે ફેંસલો આપતી વખતે કોટૅ વસુલ થાય તે દંડની પુરેપુરી રકમ કે તેનો કોઇ ભાગ નીચે જણાવ્યા પ્રમાણે વાપરવાનો હુકમ કરી શકશે
(ક) ફોજદારી કામ ચલાવવામાં યોગ્ય રીતે થયેલો ખચૅ ભરપાઇ કરવા માટે
(ખ) કોર્ટના અભિપ્રાય પ્રમાણે કોઇ વ્યકિત દિવાની કોર્ટમાં વળતર મેળવી શકે તેમ હોય ત્યારે ગુનાથી તેને થયેલ નુકશાન કે હાનિ બદલ તે વ્યકિતને વળતર આપવા માટે (ગ) અન્ય વ્યકિતનુ મોત નિપજાવવાના ગુના માટે અથવા એવો ગુનો કરવાનું દુક્ષ્મરણ કરવા માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે ત્યારે જે વ્યકિતઓ એવા મૃત્યુથી તેમને થયેલા નુકશાન માટે સજા પામેલ વ્યકિત પાસેથી પ્રાણઘાતક અકસ્માત અધિનિયમ ૧૮૫૫ હેઠળ નુકશાની મેળવવા હકદાર હોય તેમને વળતર આપવા માટે
(ધ) ચોરીનો ગુનાહિત દુર્તિનીયોગનો ગુનાહિત વિશ્વાસઘાતનો કે ઠગાઇનો અથવા ચોરીનો માલ હોવાનુ જાણવા છતા કે એમ માનવાને કારણ હોવા છતા તેવો માલ બદદાનતથી લેવાનો કે રાખવાનો કે તેનો નિકાલ કરવામાં સ્વેચ્છાપૂર્વક મદદ કરવાનો જે ગુનામાં સમાવેશ થતો હોય એવા ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે ત્યારે જો તે માલ તેના હકદારને પાછો સોપી દેવામાં આવે તો તે માલ શુધ્ધબુધ્ધિથી ખરીદનાર પાસેથી લઇ લેતા તેને થતા નુકશાન બદલ તેને વળતર આપવા માટે
(૨) કોઇ અપીલપાત્ર કેસમાં દંડ કરવામાં આવે તો અપીલ કરવા માટેની મુક્ત વીતી ગયા પહેલા અથવા અપીલ કરવામાં આવે તો તેનો નિણૅય આપતા પહેલા એવી કોઇ ચુકવણી કરી શકાશે નહી
(૩) જયારે કોઇ કોટ દંડ સાથેની ન હોય તેવી રાજા કરે ત્યારે ફેંસલો આપતી વખતે જે બદલ આરોપીને એવી રીતે સજા કરવામાં આવી હોય તે કૃત્યને કારણે જેને નુક્શાન કે ઇજા થયેલ હોય તે વ્યકિતને હુકમમાં જણાવેલી રકમ વળતર તરીકે આપવાનો કોટૅ આરોપીને હુકમ કરી શકશે
(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ કોટૅ અથવા પોતાની ફેર તપાસની સતા વાપરતી વખતે હાઇકોટૅ કે સેશન્સ કોર્ટે પણ કરી શકશે (૫) તે જ બાબત અંગે પછીથી થયેલા દિવાની દાવમાં વળતર આપવાનો હુકમ ફરમાવતી વખતે આ કલમ હેઠળ વળતર તરીકે ચુકવાયેલી કે વસુલ થયેલી રકમ કોટૅ ધ્યાનમાં લેવી જોઇએ
Copyright©2023 - HelpLaw