ભોગ બનનાર માટે વળતર યોજના - કલમ:૩૫૭(એ)

ભોગ બનનાર માટે વળતર યોજના

(૧) કેન્દ્ર સરકારના સહકારમાં દરેક રાજય સરકાર એક એવી યોજના તૈયાર કરશે જે ભોગ બનનાર વ્યકિતને અથવા તેના આશ્રિતોને કે જેઓએ ગુનાને કારણે નુકશાન સહન કર્યું છે અથવા જેઓને ઇજા થઇ છે અને તેથી જેઓનુ પુનવૅસન આવશ્યક હોય (૨) જયારે અદાલત વળતર આપવાની ભલામણ કરે ત્યારે ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અથવા સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી જેમ કિસ્સો હશે તેમ પેટા કલમ

(૧)માં દશૅ વેલી યોજના હેઠળ કેટલુ વળતર આપવુ તે નકકી કરશે

(૩) સમીક્ષા કરનારી અદાલત સમીક્ષા પુરી થયાથી જો તેને એમ સંતોષ થાય કે

કલમ-૩૫૭ હેઠળ આપવાનુ વળતર આવા પુનઃ વૅસન માટે પુરતુ નથી અથવા જયાં કેસનો નિકાલ આરોપીને દોષમુક્ત કરવામાં કે તેને મુકત કરવામાં આવે અને ભોગ બનનારનુ પુનઃવૅસન કરવાનુ હશે ત્યારે તે વળતર માટે ભલામત કરી શકશે (૪) જયાં ગુનેગાર ન મળી આવે અથવા તેની ઓળખ ન થાય પરંતુ ભોગ બનનાર વ્યકિતને ઓળખવામાં આવે અને જયાં કોઇ સમીક્ષા થતી નથી ત્યાં ભોગ બનનાર અથવા તેના આશ્રિતો સ્ટેટ અથવા ડિસ્ટ્રીકટ લીગલ સવિસીઝ ઓથોરિટીને વળતર મેળવવા માટે અરજી કરી શકશે

(૫) આવી ભલામણ અથવા પેટા કલમ (૪) હેઠળ કોઇ અરજી મળ્યેથી સ્ટેટ અથવા ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી યોગ્ય તપાસ કર્યું । બાદ બે માસમાં તપાસ પુરી કરીને યોગ્ય વળતર આપશે

(૬) રાજય અથવા ડિસ્ટ્રકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી જેમ કિસ્સો હશે તેમ ભોગ બનનાર વ્યકિતનુ દુઃખ કે પીડા દુર કરવા માટે ફર્સ્ટ એઇડ વ્યવસ્થાની સગવડ તુરતજ આપવાનો અને બીજા દાકતરી ખામો જે વિના મુલ્યે પોલીસ સ્ટેશન ઇન ચાર્જના હોદાથી નીચા દરજજાનો ન હોય તેવા પોલીસ અધિકારીનુ અથવા તે વિસ્તારના મેજિસ્ટ્રેટનુ પ્રમાણપત્ર રજુ કયૅથી તુરતજ આપવાનો આદેશ કરી શકશે અથવા આ બાબતમાં યથોચિત સતાધિકારીને વચગાળાની બીજી કોઇ રાહત આપવાનુ ઠીક લાગે તે માટે આવેલ કરી શકશે.