
પોલીસ અધિકાર બહારના કેસોમાં ખચૅ અપાવવાનો હુકમ
(૧) કોઇ કોટૅને પોલીસ અધિકાર બહારના ગુનાની ફરિયાદ કરવામાં આવે ત્યારે તે કોર્ટે આરોપીને દોષિત ઠરાવે તો તેને સજા કરે તે ઉપરાંત તેણે ફોજદારી કામમાં ફરિયાદીને થયેલો સમગ્ર ખચૅ કે તેનો કોઇ ભાગ ફરિયાદીને ભરી આપવો એવો હુકમ કરી શકશે અને તે ભરી આપવામાં ન આવે તો આરોપી ત્રીસ દિવસથી વધુ નહિ તેટલી સાદી કેદ ભોગવે એવો હુકમ પણ કરી શકશે અને સદરહુ ખચૅમાં કોટૅ વાજબી ગણે તેટલી કામગીરી હુકમ ફી સાક્ષી અને વકીલ ફી સબંધી થયેલ ખચૅનો સમાવેશ કરી શકશે (૨) આ કલમ હેઠળનો હુકમ અપીલ કોટૅ અથવા પોતાને ફેરતપાસની સતા વાપરતી વખતે હાઇકોટૅ કે સેશન્સ કોટૅ પણ કરી શકશે
Copyright©2023 - HelpLaw