સારી વતૅણુકની અજમાયશ ઉપર અથવા તાકીદ આપીને છોડી મુકવાનો હુકમ કરવા બાબત - કલમ:૩૬૦

સારી વતૅણુકની અજમાયશ ઉપર અથવા તાકીદ આપીને છોડી મુકવાનો હુકમ કરવા બાબત

(૧) એકવીસ વષૅથી ઓછી વયના ન હોય એવા કોઇ આરોપીને માત્ર દંડની અથવા સાત વષૅથી વધુ નહી તેવી કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અથવા એકવીસ વર્ષથી ઓછી વયના કોઇ આરોપીને કે કોઇ સ્ત્રીને મોત કે જન્મટીપની શિક્ષાને પાત્ર ન હોય એવા કોઇ ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અને તે ગુનેગાર અગાઉ કોઇ ગુના મો દોષિત ઠરેલ હોવાનુ સાબિત થતુ ન હોય ત્યારે તેને દોષિત ઠરાવનાર કોટૅને ગુનેગારની વય ચાલચલગત કે પુવૅ હકીકત અને ગુનો થતી વખતના સંજોગો લક્ષમાં લેતા એમ જણાય કે સારી વતૅણુકની અજમાયશ ઉપર તેને છોડવાનુ ઇષ્ટ છે તો તે કોટૅ તેને તરત કોઇ સજા કરવાને બદલે પોતે આદેશ આપે તેટલી (ત્રણ વષૅથી વધુ નહી) મુદત દરમ્યાન તેને બોલાવવામાં આવે ત્યારે હાજર થઇને સજા ભોગવી લેવા માટેનો અને તે સમય દરમ્યાન સુલેહ જાળવવા અને સારૂ વતૅન રાખવા માટેનો જામીન સહિતનો કે વિનાનો મુચરકો તે આપે તો તેને છોડી મુકવાનો આદેશ આપી શકશે

પરંતુ આ માટે હાઇકોટૅ ખાસ સતા આપી ન હોય એવા બીજા વગૅના મેજિસ્ટ્રેટ પહેલી વાર ગુનો કરનારે દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે આ કલમથી અપાયેલી સતા વાપરવી જોઇએ ત્યારે તેણે એ મતલબના પોતાના અભિપ્રાયની લેખિત નોંધ કરીને સદરહુ કાયૅવાહી પહેલા વગૅના મેજિસ્ટ્રેટને સાદર કરવી જોઇશે તેમજ આરોપીને તે મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપવો જોઇશે અથવા તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે તેવા જામીન લેવા જોઇશે અને તેવા મેજિસ્ટ્રેટે પેટા કલમ (૨)માં ઠરાવેલી રીતે તે કેસનો નિકાલ કરવો જોઇશે

(૨) પેટા કલમ (૧)થી ઠરાવ્યા પ્રમાણે પહેલા વગૅના મેજિસ્ટ્રેટને કાયૅવાહી સદર કરવામાં આવે ત્યારે તેઓ તે ઉપરથી તે કેસ પ્રથમથી જ પોતે સાંભળ્યો હોત તો પોતે સજા ફરમાવી શકત તેવી સજા ફરમાવી શકશે અથવા પોતે કરી શકત તેવો હુકમ કરી શકશે અને કોઇ મુદા ઉપર વધુ તપાસ કે વધારાનો પુરાવો જરૂરી છે એમ પોતાને લાગે તો પોતે એવી તપાસ કરી શકશે કે એવો પુરાવો લઇ શકશે અથવા એવી તપાસ કરવાનો કે પુરાવો લેવાનો આદેશ આપી શકશે

(૩) કોઇ વ્યકિતને ચોરી માટે કોઇ મકાનમાં ચોરી કરવા માટે બદદાનતથી કરેલ દુવિનિયોગ માટે ઠગાઇ માટે અથવા ભારતન ફોજદારી અધિનિયમ હેઠળ બે વષૅથી વધુ નહી તેવી શિક્ષાને પાત્ર ગુના માટે અથવા માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અને તે અગાઉ કોઇ ગુના માટે દોષિત ઠરેલ હોવાનુ સાબિત થયેલ ન હોય ત્યારે જે કોર્ટે તેને દોષિત ઠરાવેલ હોય તે કોટૅ ગુનેગારની વય ચાલચલગત પુવૅ હકીકત અથવા તેની શારિરીક કે માનસિક સ્થિતી અને તે ગુનાનુ નજીવુ સ્વરૂપ અથવા ગુનાને હળવો બનાવતો કોઇ સંજોગોમાં ગુનો થયો હોય તો તે સંજોગો લક્ષમાં લઇને પોતાને યોગ્ય લાગે તો તેને સજા કરવાને બદલે યોગ્ય તાકીદ આપીને છોડી મુકી શકશે

(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ કોટૅ અથવા પોતાની ફેર તપાસની સતા વાપરતી હાઇકોટૅ કે સેશન્સકોટૅ કરી શકે (૫) કોઇ ગુનેગાર અંગે આ કલમ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે હાઇકોટૅ કે સેશન્સ કોટૅને અપીલ કરવાનો હક હોય તો અપીલમાં અથવા પોતાની ફેર તપાસની સતા વાપરીને તે કોટૅ એવો હુકમ રદ કરી શકશે અને તેને બદલે ગુનેગારને કાયદા અનુસાર સજા ફરમાવી શકશે

પરંતુ જેણે તે ગુનેગારને દોષિત ઠરાવેલ હોય તે કોટૅ કરી શકત તેના કરતા વધુ શિક્ષા આ કલમ હેઠળ હાઇકોટૅ અથવા સેશન્સ કોટૅ કરી શકશે નહી.

(૬) કલમો ૧૨૧ ૧૨૪ અને ૩૭૩ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આ કલમની જોગવાઇઓ અનુસાર આપેલા જામીનોની બાબતમાં લાગુ પડશે

(૭) પેટા કલમ (૧) હેઠળ ગુનેગારને છોડી મુકવાનો આદેશ આપતા પહેલા ગુનેગારને અથવા તેના જામીન હોય તો તેને જે વિસ્તાર માટે કોટૅ કામ કરતી હોય ત્યાં અથવા શરતોનુ પાલન કરવા માટે ઠરાવેલી મુદત દરમ્યાન ગુનેગાર જે સ્થળે રહેવાનો સંભવ હોય ત્યાં કાયમી રહેઠાણ કે સ્થાયી વ્યવસાય છે એ બાબત કોટૅ ખાતરી કરવી જોઇશે

(૮) જે કોર્ટે ગુનેગારને દોષિત ઠરાવ્યો હોય તેને અથવા ગુનેગારના મુળ ગુના અંગે તેની સામે કાયૅવાહી કરી શકી હોત તે કોટૅને ખાતરી થાય કે ગુનેગારે તેના મુચરકાની કોઇ શરત પાળી નથી તો તે કોર્ટે તેને પકડવા માટે વોરંટ કાઢી શકશે

(૯) એવા કોઇ વોરંટ ઉપરથી ગુનેગારને પકડવામાં આવે ત્યારે તેને તરત વોરંટ કાઢનારી કોટૅ સમક્ષ રજુ કરવો જોઇશે અને તે કોર્ટે કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખવા મોકલી શકશે અથવા સજા સાંભળવા માટે હાજર રહેવાની શરતે પુરતા જામીન ઉપર તેને છોડી શકશે અને કેસની સુનાવણી કયૅ। પછી તે કોટૅ સજા ફરમાવી શકશે

(૧૦) ગુનેગાર પરિવિક્ષા અધિનિયમ ૧૯૫૮ ની અથવા બાળક અધિનિયમ ૧૯૬૦ ની કે બાળ ગુનેગારો પ્રત્યે વ્યવહાર તેમની તાલીમ અથવા પુનઃ સ્થાપના માટે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની જોગવાઇઓને આ કલમના કોઇ પણ મજકુરની બાધ આવશે નહી.