કેટલાક કેસોમાં ખાસ કારણોની નોંધ કરવા બાબત
કોઇ કેસમાં કોટૅ નીચે પ્રમાણે કાયૅવાહી કરી શકી હોત પરંતુ તેણે તેમ કરેલ ન હોય ત્યારે તેમ ન કયૅાના ખાસ કારણોની તેણે ફેંસલામાં નોંધ કરવી જોઇશે
(ક) આરોપીની કલમ ૩૬૦ હેઠળ અથવા ગુનેગાર પરિવિક્ષા અધિનિયમ ૧૯૫૮ની જોગવાઇઓ હેઠળ કાયૅવાહી અથવા (ખ) બાળક અધિનિયમ ૧૯૬૦ અથવા બાળ ગુનેગારો પ્રત્યે વ્યવહાર તેમની તાલીમ અથવા પુનઃ સ્થાપન માટે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ પણ કાયદા હેઠળ બાળ ગુનેગારો અંગેની કાયૅવાહી
Copyright©2023 - HelpLaw