
આરોપીને અને અન્ય વ્યકિતઓને ફેંસલાની નકલ આપવા બાબત
(૧) આરોપીને કેદની સજા કરવામાં આવે ત્યારે ફેંસલો સંભળાવ્યા પછી તરત ફેંસલાની નકલ વિના મુલ્યે તેને આપવી જોઇશે
(૨) આરોપીની અરજી ઉપરથી ભેંસલાની પ્રમાણિત નકલ અથવા તે માગે ત્યારે શકય હોય તો તેની પોતાની ભાષામાં કોટૅની ભાષામાં ફેંસલાનુ ભાષાંતર તેને વિના વિલંબે આપવુ જોઇશે અને ફેંસલા સામે આરોપી જે કેસમાં અપીલ કરી શકતો હોય તે દરેક કેસમાં આી નકલ તેને વિના મુલ્યે આપવી જોઇશે
પરંતુ હાઇકોર્ટે મોતની સજા ફરમાવે કે બાહાલ રાખે ત્યારે આરોપી ફેંસલાની પ્રમાણિત નકલ માર્ગે કે ન માગે તો પણ તેને તરત વિના મુલ્યે આપવી જોઇશે
(૩) પેટા કલમ (૨)ની જોગવાઇઓ આરોપી જેની સામે અપીલ કરી શકતો હોય તેવા ફેંસલાની બાબતમાં લાગુ પડે છે તેમ કલમ ૧૧૭ હેઠળ હુકમને લાગુ પડશે (૪) કોઇ કોર્ટે આરોપીને મોતની રાજા કરે અને એવા ફેરાલા ઉપર અપીલ કરવાનો તેને હક હોય તો આરોપી અપીલ કરવા માગતો હોય તો તેણે કેટલા સમયમાં અપીલ કરવી જોઇએ તે તેને કોર્ટને જણાવવું જોઇશે
(૫) પેટા કલમ (૨)માં અન્યથા હરાવ્યુ હોય તે સિવાય ફોજદારી કોર્ટ આપેલા ફેંસલા કે હુકમથી અસર પામનાર કોઇ વ્યકિતને આ માટે અરજી કરે અને ઠરાવેલો ચાજૅ ભરે તો તે ફેંસલા કે હુકમની અથવા કોઇ જુબાનીના કે રેકડૅના કોઇ ભાગની નકલ આપવી જોઇશે
પરંતુ કોટૅને ખાસ કારણસર યોગ્ય લાગે તો તેને વિના મુલ્યે તે આપી શકશે (૬) હાઇકોર્ટે નિયમો કરીને ફેંસલા કે હુકમથી અસર પામેલ ન હોય તે કોઇ વ્યકિતને હાઇકોર્ટ નિયમોમાં રાવે તે ફી ભરે તો અને તે શરતોએ તેને ફોજદારી કોર્ટના ફેરાલા કે હુકમની નકલ આપવા માટે જોગવાઇ કરી શકશે
Copyright©2023 - HelpLaw