વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સતા - કલમ:૩૬૭

વધુ તપાસ કરવાનો કે વધારાનો પુરાવો લેવાનો આદેશ આપવાની સતા

(૧) એવી કાયૅવાહી હાઇકોટૅને સાદર કરવામાં આવે ત્યારે જો તેને એમ લાગે કે દોષિત ઠરેલ વ્યકિતના દોષ કે નિદોષતાને લગતા કોઇ મુદ્દાની વધુ તપાસ થવી જોઇએ અથવા તે વિશે વધારાનો પુરાવો લેવો જોઇએ તો તે પોતે એવી તપાસ કરી શકશે અથવા સેશન્સ કોટૅને તપાસ કરવાનો કે પુરાવો લેવાનો આદેશ આપી શકશે

(૨) હાઇકોર્ટે અન્યથા આદેશ કરે તે સિવાય એવી તપાસ કરતી વખતે કે પુરાવો લેતી વખતે દોષિત ઠરેલ વ્યકિતને હાજર રાખવાની જરૂર રહેશે નહી.

(૩) હાઇકોટૅ પોતે તપાસ ન કરી હોય અથવા (લેવાનો હોય તે) પુરાવો લીધો ન હોય ત્યારે તે તપાસનુ પરિણામ કે પુરાવો પ્રમાણિત કરીને તે કોટૅને મોકલી આપવો જોઇશે