બહાલી માટે હાઇકોટૅને સાદર થયેલા કેસોમાં કાયૅરીતિ - કલમ:૩૭૦

બહાલી માટે હાઇકોટૅને સાદર થયેલા કેસોમાં કાયૅરીતિ

સેશન્સ કોટૅ મોતની સજાની બહાલી માટે હાઇકોટૅને સાદર કરેલા કેસોમાં હાઇકોટૅના યોગ્ય અધિકારીએ હાઇકોટૅનો બહાલીનો હુકમ કે બીજો હુકમ થયા પછી તે હુકમની નકલ હાઇકોટૅનો સિકકો લાગડીને અને પોતાની સતાવાર સહીવાળી સાખ કરીને સેશન્સ કોટૅને વગર વિલંબે મોકલવી જોઇશે