અન્યથા જોગવાઇ હોય તે સિવાય અપીલ ન થઇ શકવા બાબત - કલમ:૩૭૧

અન્યથા જોગવાઇ હોય તે સિવાય અપીલ ન થઇ શકવા બાબત

આ અધિનિયમથી અથવા તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી અપીલ માટેની જોગવાઇ થયેલ હોય તે સિવાય ફોજદારી કોટૅના કોઇ પણ ફેંસલા કે હુકમ સામે અપીલ થઇ શકશે નહી પરંતુ એમ જોગવાઇ કરવામાં આવે છે કે આરોપીને મુકત કરતો આદેશ પસાર કરનારી અદાલતના આદેશ સામે અથવા એને ઓછા ગુના માટે જવાબદાર ઠરાવવા સામે અથવા અપુરતુ વળતર આપવાના આદેશ સામે ભોગ બનનાર વ્યકિતને અપીલ કરવાનો અધિકાર રહેશે આવી અપીલ અદાલતના ગુનેગાર ઠરાવતા આદેશ સામે જયાં અપીલ થઇ શકે તેવી અદાલતમાં કરવાની રહેશે