દોષિત ઠરાવતા હુકમ ઉપર અપીલો - કલમ:૩૭૪

દોષિત ઠરાવતા હુકમ ઉપર અપીલો

(૧) હાઇકોટૅ પોતાની અસાધારણ અવ્વલ ફોજદારી હકુમત વાપરીને કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ કોઇ પણ વ્યકિત સુપ્રીમ કોટૅને અપીલ કરી શકશે

(૨) સેશન્સ જજ કે વધારાના સેશન્સ જજ કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં અથવા બીજી કોટૅ કરેલ જે ઇન્સાફી કાયૅવાહીમાં સાત વષૅ કરતા વધુ મુદતની કેદની સજા (તેને અથવા તે જ ઇનસાફી કાયૅવાહી વખતે દોષિત ઠરેલ અન્ય કોઇ વ્યકિતને કરેલ હોય તેમા દોષિત ઠરેલ વ્યકિત) હાઇકોટૅને અપીલ કરી શકશે (૩) પેટા કલમ (૨)માં અન્યથા જોગવાઇ કરી હોય તે સિવાય નીચે જણાવેલ વ્યકિત સેશન્સ કોટૅને અપીલ કરી શકશે

(ક) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે કે મદદનીશ સેશન્સ જજે કે પ્રથમ વગૅના કે બીજા વગૅના મેજિસ્ટ્રેટ કરેલ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ વ્યકિત અથવા

(ખ) કલમ ૩૨૫ હેઠળ સજા પામેલ વ્યકિત અથવા (ગ) જેના સબંધમાં મેજિસ્ટ્રેટ કલમ ૩૬૦ હેઠળ હુકમ કરેલ કે સજા ફરમાવેલ હોય તે વ્યકિત