આરોપી ગુનો કબુલ કરે ત્યારે કેટલાક કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત - કલમ:૩૭૫

આરોપી ગુનો કબુલ કરે ત્યારે કેટલાક કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત

કલમ ૩૭૪માં ગમે તે મજકુર હોય તે છતા આરોપીએ ગુનો કબુલ કયો હોય અને એવા જવાબ ઉપરથી તેને દોષિત ઠરાવ્યો હોય ત્યારે નીચેના સંજોગોમાં અપીલ થઇ શકશે નહી (ક) દોષિત ઠરાવનાર હાઇકોટૅ હોય તો અથવા (ખ) દોષિત ઠરાવનાર સેશન્સ કોટૅ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે પ્રથમ કે બીજા વગૅના મેજિસ્ટ્રેટ હોય તો સજાના પ્રમાણ કે કાયદેસરતા અંગે હોય તે સિવાય