નજીવા કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત - કલમ:૩૭૬

નજીવા કેસોમાં અપીલ ન થઇ શકવા બાબત

કલમ ૩૭૪માં ગમે તે મજકુર હોય તે છતા નીચેના કોઇ કેસમાં દોષિત ઠરેલ વ્યકિતથી અપીલ થઇ શકશે નહી (ક) જયારે હાઇકોર્ટે માત્ર છ મહિનાથી વધુ ન હોય તેટલી કેદની અથવા એક હજાર રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તેટલી કેદ અને તેટલા દંડ માટેની બંનેની સજા કરી હોય ત્યારે

(ખ) સેશન્સ કોર્ટે કે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે માત્ર ત્રણ મહિનાથી વધુ ન હોય તેટલી કેદની

અથવા બસો રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની અથવા તેટલી કેદ અને તેટલા દંડ બંનેની

સજા કરી હોય ત્યારે

(ગ) પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટે માત્ર એકસો રૂપિયાી વધુ નહી તેટલા દંડની સજા કરી હોય

ત્યારે અથવા (ઘ) કેસની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવી હોય ત્યારે કલમ ૨૬૦ હેઠળ કાર્ય કરવા અધિકૃત મેજિસ્ટ્રેટે માત્ર બર્સા રૂપિયાથી વધુ ન હોય તેટલા દંડની સજા કરી હોય

ત્યારે પરંતુ તેવી સજા સાથે બીજી સજા પણ કરવામાં આવી હોય તો તેની સામે અપીલ કરી

શકશે તેમ છતા એવી સજાના હુકમ સામે નીચેના કારણોસર જ અપીલ થઇ શકશે નહી (૧) દોષિત ઠરાવાયેલ વ્યકિતને સુલેહ જાળવવા માટે જામીન આપવા હુકમ કરવામાં

આવેલ હોય અથવા (૨) દંડન ભરવા બદલ કેદના આદેશના સજાના હુકમમાં સમાવેશ કરવામાં અવોલ હોય

અથવા

(૩) કોઇ કેંસના સબંધમાં દંડની એક કરતા વધુ સજાઓનો હુક્મ કરવામાં આવેલ હોય જો તે અંગે કરેલા દંડની કુલ રકમ તે અંગેના પહેલા નિર્દિષ્ટ કરેલી રકમ કરતા વધુ ન હોય તો