નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના કેસમાં અપીલ - કલમ:૩૭૮

નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના કેસમાં અપીલ

(૧) કોઇપણ કેસમાં પેટા કલમ (૨)માં અન્યથા ઠરાવ્યુ હોય તે સિવાય અને પેટા કલમ (૩) અને (૫)ની જોગવાઇઓને આધીન રહીને જોગવાઇ કરવામાં આવેલ છે કે (અ) કોઇપણ કેસમાં ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ પબ્લીક પ્રોસીકયુટરને એવી સુચના આપી શકે કે કોગ્નીઝેબલ (પોલીસ અધિકારનો) અને બિન જામીનપાત્ર ગુનો કે જેમા મેજિસ્ટ્રેટશ્રીએ પાસ કરેલા હુકમથી

નિદોષ ઠરાવી છોડી મુકાયેલા હોય તેવા કેસમાં સેશન્સ કોર્ટમાં અપીલ રજુ કરવી (બ) રાજય સરકાર કોઇપણ કેસમાં પબ્લીક પ્રોસીકયુટરને વડી અદાલત સમક્ષ અપીલ કરવા જણાવશે કે જે મુળ અથવા તો અપીલનો હુકમ કે જે નિર્દોષ ઠરાવી છોડી મુકતા અન્ય કોઇ અદાલત દ્રારા હાઇકોર્ટે સિવાયની અદાલત દ્રારા કરવામાં આવેલો હોય (કલોઝ-અ માં નહી વણૅવેલો હુકમ) અથવા નિર્દોષ ઠરાવી

છોડી મુકતો હુકમ કે જે સેશન્સ કોર્ટ રીવીઝનમાં કરેલો હોય તેવો હુકમ

(૨) દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થા અધિનિયમ ૧૯૪૬ હેઠળ રચાયેલ દિલ્હી સ્પેશિયલ પોલીસ સંસ્થાએ

અથવા આ અધિનિયમ સિવાયના કોઇ પણ કેન્દ્રીય અધિનિયમ હેઠળ ગુનાની તપાસ કરવા માટે અધિકૃત

બીજી કોઇ પણ એજન્સીએ જેમા ગુનાની પોલીસ તપાસ કરેલ હોય તે કેસમાં એવો નિર્દોષ ઠરાવીને છોડી

મુકવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે (કેન્દ્ર સરકાર પણ પબ્લિક પ્રોસિકયુટરને નિદોષ ઠરાવી છોડી

મુકવાના હુકમ ઉપર પેટા કલમ (૩)ની જોગવાઇને આધીન રહીને અપીલ કરવાનો આદેશ આપી શકશે

(અ) એવો હુકમ કે જે પોલીસ અધિકારનો અને બિન જામીની પ્રકારનો હોય અને તેમા મેજિસ્ટ્રેટે કરેલા હુકમથી નિદોષ ઠરાવેલા હોય તેવા કેસમાં સેશન્સ કોર્ટ સમક્ષ

(બ) કોઇપણ અદાલત કે જે વડી અદાલત સિવાયની હોય તેમા કરાયેલો હુકમ અથવા તો અપીલનો હુકમ કે જે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હોય તેમા ના વડી અદાલતમાં (કલોઝ અ માં વર્ણવેલો હુકમ અથવા નિદોષ ઠરાવી છોડી મુકતો હુકમ કે જે સેશન્સ કોર્ટે રીવીઝનમાં કરેલો હોય તેવો હુકમ આ જોગવાઇમાં સમાવિષ્ટ થતો નથી

(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળની કોઇ પણ (હાઇકોટ) અપીલ હાઇકોર્ટની પરવાનગી સિવાય દાખલ થઇ શકશે નહીં

(૪) ફરીયાદ ઉપરથી શરૂ થયેલ કોઇ કેસમાં નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો એવો હુકમ કરવામાં આવ્યો હોય અને હાઇકોટૅ આ માટે તેને ફરિયાદીએ કરેલી અરજી ઉપરથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપે તો ફરીયાદી હાઇકોટૅને એવી અપીલ કરી શકશે

(૫) નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપવા માટેની પેટા કલમ (૪) હેઠળની અરજી તેવો છોડી મુકવાનો હુકમ થયાની તારીખથી ફરિયાદી રાજય સેવક હોય તો છ મહિના અને બીજા દરેક કેસમાં સાઠ દિવસ પુરા થયા પછી હાઇકોર્ટે સ્વીકારી શકશે

(૬) નિર્દોષ ઠરાવી છોડી મુકવાના હુકમ ઉપર અપીલ કરવાની ખાસ પરવાનગી આપવા માટેની પેટા કલમ (૪) હેઠળની અરજી કોઇ કેસમાં નામંજુર કરવામાં આવે તો નિર્દોષ ઠરાવી છોડી મુકવાના તે હુકમ ઉપર પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ અપીલ થઇ શકશે નહી.