સેશન્સ કોર્ટેને થયેલી અપીલો સાંભળવાની રીત - કલમ:૩૮૧

 સેશન્સ કોર્ટેને થયેલી અપીલો સાંભળવાની રીત

(૧) પેટા કલમ (૨)ની જોગવાઇઓને આધીન રહીને સેશન્સ કોટૅને કે સેશન્સ જજને કરેલી અપીલ સેશન્સ જજે કે વધારાના સેશન્સ જજે સાંભળવી જોઇશે

પરંતુ બીજા વગૅના મેજિસ્ટ્રેટે કરેલી ઇનસાફી કાયૅવાહીમાં દોષિત ઠરાવતા ફેંસલા સામેની અપીલ મદદનીશ સેશન્સ જજ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સાંભળી તેનો નિકાલ કરી શકશે (૨) વધારાના સેશન્સ જજ મદદનીશ સેશન્સ જજ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તે વિભાગના સેશન્સ જજ કે ખાસ હુકમ કરીને તેને સોંપે તે અથવા હાઇકોટૅ ખાસ હુકમ કરીને તેને સાંભળવાનુ ફરમાવે તે અપીલ જ સાંભળી શકશે