અપીલ કરનાર જેલમાં હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૮૩

અપીલ કરનાર જેલમાં હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

અપીલ કરનાર જેલમાં હોય તો જેલના ઇન્ચાજૅ અધિકારીને તે પોતાની અપીલ અરજી અને તેની નકલો આપી શકશે અને તેમ થાય ત્યારે તે અધિકારીએ એવી અરજી અને નકલો યોગ્ય અપીલ કોટૅને મોકલી આપવી જોઇશે