વિશેષ કાયૅવાહી કર્યું। વિના અપીલ કાઢી નાંખવા બાબત - કલમ:૩૮૪

વિશેષ કાયૅવાહી કર્યું। વિના અપીલ કાઢી નાંખવા બાબત

(૧) કલમ ૩૮૨ કે કલમ ૩૮૩ હેઠળ મળેલ અરજી અને ફેંસલાની નકલ તપાસી જોતા અપીલ કોર્ટને એમ લાગે કે દરમ્યાનગીરી કરવા માટે પુરતુ કારણ નથી તો તે વિશેષ કાર્યવાહી કર્યું વિના અપીલ કરી નાખી શકો પરંતુ

(ક) અપીલ કરનારને કે તેના વકીલને અપીલના સમર્થનમાં સુનાવણીની વાજબી તક

મળી ન હોય તો કલમ ૩૮૨ હેઠળ કરેલી કોઇ અપીલ કાઢી નંખાશે નહી (ખ) અપીલ કોટૅને એમ જણાય કે કલમ ૩૮૩ હેઠળ થયેલી કોઇ અપીલ બેજવાબદાર છે અથવા આરોપીને પહેરા હેઠળ કોટૅ સમક્ષ રજુ કરવાનુ કેસના સંજોગો જોતા હદ બહાર અગવડ ભરેલું છે તે સિવાય અપીલ કરનારને અપીલના સમર્થનમાં સુનાવણીની વાજબી તક આપ્યા વિના તે કાઢી નંખાશે નહી

(ગ) તેવી અપીલ માટેની નિયમ મુદત પુરી ન થાય ત્યા સુધી કલમ ૩૮૩ હેઠળ રજુ કરેલી કોઇ પણ અપીલ વિશે કાયૅવાહી કયૅ વિના કાઢી નંખાશે નહી (૨) આ કલમ હેઠળ અપીલ કાઢી નાખતા પહેલા કોટૅ કેસનુ રેકડૅ મંગાવી શકશે

(૩) આ કલમ હેઠળ અપીલ કાઢી નાખનાર અપીલ કોટૅ સેશન્સ કોટૅ કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય ત્યારે તેણે તેમ કરવા માટેના પોતાના કારણોની નોંધ કરવી જોઇશે

(૪) કલમ ૩૮૩ હેઠળ થયેલી અપીલ આ કલમ હેઠળ વિશેષ કાયૅવાહી કય। વિના કાઢી નાખવામાં આવેલ હોય અને અપીલ કોટૅને એવુ જણાય કે તે જ અપીલ કરનાર વતી કલમ ૩૮૨ હેઠળ વિધિસર રજ્જુ થયેલ બીજી અપીલ અરજી તેણે વિચારણામાં લીધેલ નથી તો તે કોટૅ કલમ ૩૯૩માં ગમે તે મજકુર હોય તે છતા તેને એવી ખાતરી થાય કે તેમ કરવુ ન્યાયના હિતમાં જરૂરી છે તો કાયદા અનુસાર એવી અપીલ સાભળીને તેનો નિકાલ કરી શકશે.