વિશેષ કાયૅવાહી કર્યા વિના કાઢી નખાયેલ ન હોય તેવી અપીલો સાંભળવા માટેની કાર્યરીતિ - કલમ:૩૮૫

વિશેષ કાયૅવાહી કર્યા વિના કાઢી નખાયેલ ન હોય તેવી અપીલો સાંભળવા માટેની કાર્યરીતિ

(૧) અપીલ કોર્ટે વિશેષ કાયૅવાહી કયૅ વિના અપીલ કાઢી ન નાખે તો તેણે તે અપીલની સુનાવણી માટેના સમય અને સ્થળની નોટીશ નીચેનાને અપાવવી જોઇશે (ક) અપીલ કરનારને કે તેના વકીલને

(ખ) આ માટે રાજય સરકાર નીમે તે અધિકારીને

(ગ) ફરીયાદ ઉપરથી માંડવામાં આવેલ કેસમાં દોષિત ઠરાવતા ફેંસલા ઉપરની અપીલ હોય તો ફરિયાદીને

(ઘ) કલમ ૩૭૭ કે કલમ ૩૭૮ હેઠળની અપીલ હોય તો આરોપીને અને એવા અધિકારી ફરીયાદી અને આરોપીને અપીલ માટેના કારણોની નકલ પણ આપવી જોઇશે (૨) ત્યારબાદ તે કેસનુ રેકડૅ કોટૅમાં અગાઉથી જ આવી ગયેલ ન હોય તો અપીલ કોટૅ તે ન મંગાવવું જોઇશે અને પક્ષકારોને સાંભળવા જોઇશે

પરંતુ જો અપીલ માત્ર સજાના પ્રમાણને કે તેની કાયદેરારતાને લગતી હોય તો કોર્ટ રેકર્ડ

મંગાવ્યા વિના અપીલનો નિકાલ કરી શકશે (3) ગુના સાબિતી ઉપરની અપીલ માટેનુ એક માત્ર કારણ કહેવાતી આકરી સજા હોય તો કોર્ટની પરવાનગી સિવાય બીજુ કોઇ કારણ સમર્થનમાં અપીલ કરનારથી રજૂ થઈ શકશે નહી કે તેને તે બાબત સાંભળી શકાશે નહી