
અપીલ કોર્ટની સતા
તે રેકડૅ વાંચી જોયાપછી અને અપીલ કરનાર કે તેનો વકીલ હાજર થાય તો તેને અને પબ્લિક પ્રોસિકયુટર હાજર હોય તો તેને સાંભળ્યા પછી કલમ ૩૭૭ કે કલમ ૩૭૮ હેઠળ અપીલ હોય ત્યારે આરોપી હાજર હોય તો તેને સાંભળ્યા પછી પોતાને લાગે કે દરમ્યાનગીરી કરવા માટે પુરતુ કારણ નથી તો કોર્ટે અપીલ કાઢી નાખી શકશે અથવા નીચે પ્રમાણે કરી શકશે
(ક) નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના હુકમ ઉપરની અપીલમાં તે હુકમ ફેરવીને વધુ તપાસ કરવાનો અથવા આરોપી સામે યથાપ્રસંગ ફરીથી ઇન્સાફી કાર્યવાહી કરવાનો કે ઇન્સાફી કાર્યવાહી માટે તેને કમિટ કરવાનો આદેશ આપી શકશે અથવા તેને દોષિત ઠરાવી કાયદા અનુસાર સજા ફરમાવી શકશે
(ખ) ગુના સાબિતીના હુકમ ઉપરની અપીલમાં નીચે પ્રમાણે કરી શરશે
(૧) નિણૅય અને સજા રદ કરીને આરોપીને નિર્દોષ ઠરાવી અથવા તેમ ઠરાવ્યા વિના છોડી મુકી શકશે અથવા પોતાની સતા નીચેની હકુમત ધરાવતી કોટૅ તેની સામે ફરીથી ઇન્સાફી કાયૅવાહી કરે અથવા ઇન્સાફી કાયૅવાહી થવા માટે તેને કમિટ કરે એવો હુકમ કરી શકશે અથવા (૨) નિણૅયમાં ફેરફાર કરીને સજા કાયમ રાખી શકશે અથવા (૩) નિણૅયમાં ફેરફાર કરીને કે કયૅ વિન સજાના પ્રકાર કે પ્રમાણમાં અથવા પ્રકાર તેમજ પ્રમાણમાં ફેરફાર
કરી શકશે પરંતુ સજા વધી જાય એ પ્રમાણે ફેરફાર કરી શકશે નહી
(ગ) સજા વધારવા માટેની અપીલમાં નીચે પ્રમાણે કરી શકશે (૧) નિણૅય અને સજા રદ કરીને આરોપીને નિદોષ ઠરાવી અથવા તેમ ઠરાવ્યા વિના છોડી મુકી શકશે અથવા ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરવા અથવા હકુમત ધરાવતી કોર્ટે તેની સામે ફરીથી ઇન્સાફી કાયૅવાહી કરે એવો હુકમ કરી શકશે અથવા
(૨) નિણૅયમા ફેરફાર કરીને સજા કાયમ રાખી શકશે અથવા
(૩) નિણૅયમાં ફેરફાર કરીને કે ક। વિના સજાના પ્રકાર કે પ્રમાણમાં અથવા પ્રકાર તેમજ પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તેવી રીતે ફેરફાર કરી શકશે
(ધ) બીજા કોઇ હુકમ ઉપરની અપીલમાં તે હુકમમાં ફેરફાર કરી શકશે અથવા તે રદ કરી શકશે (ચ) ન્યાયી કે વાજબી હોય એવો કોઇ સુધારો કે પારિણામિક કે અનુષંગિક હુકમ કરી શકશે પરંતુ સજાના વધારા સામે કારણ દશૅ વવાની આરોપીને તક આપ્યા વિના સજા વધારી શકાશે નહી
વધુમાં અપીલ કોર્ટે પોતાના અભિપ્રાય મુજબ આરોપીએ જે ગુનો કર્યો હોય તે ગુના માટે અપીલ હેઠળનો હુકમ કે સજા કરનાર કોર્ટે કરી શકત તેથી વધુ સજા કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw