સતા નીચેની અપીલ કોટૅના ફેંસલા - કલમ:૩૮૭

સતા નીચેની અપીલ કોટૅના ફેંસલા

અવ્વલ હકુમતની ફોજદારી કોટૅના ફેંસલ વિષે પ્રકર૦ ૦ ૦ ૨૭માં જણાવેલા નિયમો શકય હોય ત્યા સુધી સેશન્સકોટૅ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના અપીલ હેઠળના ફેંસલાને લાગુ પડશે પરંતુ અપીલ કોટૅ અન્યથા આદેશ આપે તે સિવાય ફેંસલો અપાતો સાંભળવા માટે આરોપીને કોટૅ સમક્ષ લાવવાનો રહેશે નહી કે તેને હાજર રહેવાની ફરજ પાડવામાં આવશે નહી