
અપીલનો નિણૅય થતા સુધી સજા મોકુફ રાખવા બાબત અપીલ કરનારને જામીન ઉપર છોડવા બાબત
(૧) દોષિત ઠરેલ વ્યકિતએ કરેલી અપીલનો નિણૅય થતા સુધી જેની સામે અપીલ કરવામાં આવી હોય તે સજા કે હુકમ પોતે કારણોની લેખિત નોંધ કરીને મોકુફ રાખવાનો તેમજ તે વ્યકિત અટકાયતમાં હોય તો તેને જામીન ઉપર કે તેના જાત મુચરકા ઉપર છોડવાની અપીલ કોર્ટ કરી શકશે
એવી જોગવાઇ કરવામાં આવી છે કે અપીલ અદાલતે સજા પામેલ વ્યકિતને જાતમુચરકા અને જામીન ઉપર મુકત કરતા પહેલા કે જે વ્યકિત મૃત્યુદંડ અથવા તો જન્મટીપ અથવા દશ વષૅથી ઓછી નહી તેટલી સજાના ગુનામાં સજા પામેલ હોય તેમા પબ્લીક પ્રોસીકયુટરે નહિ છોડવાના કારણો લેખિતમાં રજુ કરવા તક આપવી જોઇએ વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે સજા પામેલ વ્યકિતને જામીનમુકત્ત
કરવામાં આવે તો પબ્લિક પ્રોસિકયુટરને જામીન રદીકરણ માટે અરજી રજુ કરવાનું મુત રાખવામાં આવશે
(૨) હાઇકોટૅની સતા નીચેની કોટૅને કોઇ દોષિત વ્યકિતએ કરેલી અપીલ બાબતમાં આ
કલમથી અપીલ કોટૅને અપાયેલ સતા હાઇકોટૅ પણ વાપરી શકશે (૩) દોષિત ઠરેલ વ્યકિત જે કોર્ટ તેને દોષિત કરાવેલ હોય તે કોર્ટને એવી ખાતરી આપે કે પોતે અપીલ રજુ કરવા માટે છે તો
(૧) તે વ્યકિત જામીન ઉપર હોય અને તેને ત્રણ વષૅ કરતા વધુ ન હોય તેટલી કેદની સજા કરવામાં આવી હોય ત્યારે અથવા
(૨) જે ગુના માટે તે વ્યકિતને દોષિત ઠરાવવામાં આવેલ હોય તે ગુનો જામીની હોય અને તેને જામીન ઉપર છોડવામાં આવેલ હોય ત્યારે કોર્ટે જામીન ઉપર છોડવાની ના પાડવા માટે ખાસ કારણો હોય તે સિવાય તેને અપીલ રજુ કરવા માટે અને પેટા કલમ (૧) હેઠળ અપીલ કોર્ટનો હુકમ મેળવવા માટે પુરતો સમય મળી રહે નેટલી મુદન સુધી દોષિત કરેલ વ્યકિતને જામીન ઉપર છોડવાનો હુકમ કરવો જોઇશે અને તે રીતે જયાં સુધી તે જામીન ઉપર હોય ત્યાં સુધી કેદની સજા મોકુફ રખાયેલ હોવાનું ગણાશે
(૪) અરજદારને છેવટે કોઇ મુદત સુધીની કેદની કે જન્મટીપની સજા થાય તો તેને એ પ્રમાણે થયેલી સજાની મુદત ગણતી વખતે જેટલો સમય તે જામીન ઉપર છુટેલ હોય તે સમય બાદ કરવો જોઇશે
Copyright©2023 - HelpLaw