
અપીલ કોટૅ વધારે પુરાવો લઇ શકશે કે લેવાનો આદેશ આપી શકશે
(૧) આ પ્રકરણ હેઠળની કોઇ અપીલની કાયૅવાહી કરતી વખતે અપીલ કોટૅને વધારે પુરાવો લેવો જરૂરી લાગે તો અપીલ કોટૅ કારણોની લેખિત નોંધ કરશે અને એવો પુરાવો પોતે લઇ શકશે અથવા કોઇ મેજિસ્ટ્રેટને અથવા અપીલ કોટૅ હાઇકોટૅ હોય ત્યારે કોઇ સેશન્સ કોટૅને કે મેજિસ્ટ્રેટને એવો પુરાવો લેવાનો આદેશ આપી શકશે
(૨) સેશન્સ કોટૅ કે મેજિસ્ટ્રેટ વધારાનો પુરાવો લે ત્યારે તેણે એવો પુરાવો પ્રમાણિત કરીને અપીલ કોટૅને મોકલી આપવો જોઇશે અને તેમ થયે તે કોટૅ અપીલનો નિકાલ કરવાની કાયૅવાહી કરવી જોઇશે
(૩) આરોપી કે તેના વકીલને વધારાનો પુરાવો લેવાય ત્યારે હાજર રહેવાનો હક રહેશે
(૪) આ કલમ હેઠળ પુરાવો લેવાની કાયૅવાહી તે કોઇ તપાસ હોય એ પ્રમાણે પ્રકરણ ૨૩ની જોગવાઇઓને આધીન રહેશે
Copyright©2023 - HelpLaw