અપીલ કોટૅના બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્ય સરખી હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૩૯૨

અપીલ કોટૅના બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્ય સરખી હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

આ પ્રકરણ હેઠળની અપીલ હાઇકોટૅની બેંચ સમક્ષ સાંભળવામાં આવે અને તેઓ વચ્ચે મતભેદ હોય ત્યારે તે અપીલ તેમના અભિપ્રાય સહિત તે કોટૅના અન્ય જજ સમક્ષ મુકવી જોઇએ અને તે જજે પોતાને યોગ્ય લાગે તે સુનાવણી કયૅ પછી પોતાનો અભિપ્રાય આપવો જોઇશે અને ફેંસલો કે હુકમ તે અભિપ્રાય અનુસાર હોવો જોઇશે

પરંતુ બેન્ચમાના એક જજ અથવા આ કલમ હેઠળ જેના સમક્ષ અપીલ મુકવામાં આવી હોય તે અન્ય જજ તેવુ સુચવે તો જજોની વિસ્તૃત બેન્ચે અપીલ ફરી સુનાવણી કરવી જોઇશે અને તેનો નિણૅય કરવો જોઇશે