અપીલમાં થયેલ ફેંસલા કે હુકમો આખરી હોવા બાબત
કલમ ૩૭૭ કલમ ૩૭૮ કમલ-૩૮૪ની પેટા કલમ (૪) અથવા પ્રકરણ ૩૦માં જેના અંગે જોગવાઇ કરવામાં આવી હોય તે સિવાય અપીલમાં કોર્ટે આપેલા ફેંસલા અને હુકમો આખરી ગણાશે
પરંતુ કોઇ પણ કેસમાં દોષિત ઠરાવતા હુકમ સામેની અપીલનો
આખરી નિકાલ થયો હોવા છતા અપીલ કોટૅ નીચેની અપીલ ગુણદોષ સબંધમાં સાંભળીને તેનો નિકાલ કરી શકશે (ક) તે જ કેસમાંથી ઉપસ્થિત થતી કલમ ૩૭૮ હેઠળની નિદોષ ઠરાવી છોડી મુકવાના હુકમ સામેની અપીલ અથવા (ખ) તે જ કેસમાંથી ઉપસ્થિત થતી કલમ ૩૭૭ હેઠળની સજા વધારવા માટેની અપીલ
Copyright©2023 - HelpLaw