અપીલ બંધ પડવા બાબત - કલમ:૩૯૪

અપીલ બંધ પડવા બાબત

(૧) કલમ ૩૭૭ કે કલમ ૩૭૮ હેઠળ દરેક અપીલ આરોપીનુ મૃત્યુ થયે કાયમ માટે બંધ પડશે (૨) (દંડની સજા ઉપર થયેલી અપીલ સિવાયની) આ પ્રકરણ

હેઠળની બીજી દરેક અપીલ અપીલ કરનારનુ મૃત્યુ થયે કાયમ માટે બંધ પડશે

પરંતુ દોષિત ઠરાવીને મોતની કે કેદની સજા કરતા હુકમ સામે અપીલ કરવામાં આવી હોય અને અપીલનો નિણૅય થતા દરમ્યાન અપીલ કરનાર મૃત્યુ પામે તો તેનો નજીકનો કોઇપણ સગો અપીલ ચાલુ રાખવાની પરવાનગી માટે અપીલ કરનારના મૃત્યુના ૩૦ દિવસની અંદર અપીલ કોટૅને અરજી કરી શકશે

સ્પષ્ટીકરણઃ- આ કલમમાં નજીકનો સગો એટલે મા કે બાપ લગ્નસાથી સીધો ઉતરતી પેઢીના વંશજ ભાઇ કે બહેન