હાઇકોર્ટને નિણૅયાથૅ લખાણ કરવા બાબત - કલમ:૩૯૫

હાઇકોર્ટને નિણૅયાથૅ લખાણ કરવા બાબત

(૧) કોઇ કોટૅને એવી ખાતરી થાય કે પોતાની સમક્ષ ચાલતા કોઇ કેસમાં કોઇ અધિનિયમ ટહુકમ કે રેગ્યુલેશનની અથવા તેમાના કોઇની કોઈ જોગવાઇની કાયદેસરતાનો પ્રશ્ન છે અને તેનો નિર્ણય કરવો તે કેસના નિકાલ માટે જરૂરી છે અને પોતાનો અભિપ્રાય એવો થાય કે તે અધિનિયમ વટહુકમ રેગ્યુલેશન કે જોગવાઇ કાયદેસર કે અસરકતૅ નથી પરંતુ પોતે જેના તાબામાં છે તે હાઇકોટૅ કે સુપ્રીમ કોટૅ તેને એ રીતે ઠરાવેલ નથી ત્યારે તે કોર્ટ પોતાનો અભિપ્રાય અને તે માટેનો કારણો દર્શાવીને કેસ તૈયાર કરવા પડશે અને હાઇકોર્ટનો નિણૅય મેળવવા માટે તેને મોકલવો જોઇશે

સ્પષ્ટીકરણઃ- આ કલમમાં રેગ્યુલેશન એટલે સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ માં અથવા કોઇ રાજયના સામાન્ય કલમ અધિનિયમમાં વ્યાખ્યા કષૅ મુજબનો કોઇ રેગ્યુલેશન

(૨) પેટા કલમ (૧)ની જોગવાઇઓ જેને લાગુ પડતી ન હોય તેવા પોતાની સમક્ષ ચાલતા કોઇ કેસમાં સેશન્સ કોર્ટ કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો તે કેસની સુનાવણી દરમ્યાન ઉપસ્થિત થતો કાયદાનો કોઇ પ્રશ્ન હાઇકોર્ટનો નિણૅય મેળવવા માટે તેને વિચારણા માટે મોકલી શકશે

(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ હાઇકોર્ટને નિર્ણયાથે કોઇ પ્રશ્ન મોકલનારી કોર્ટે તેના ઉપર હાઇકોર્ટનો નિણૅય ન આવે ત્યાં સુધી આરોપીને જેલમાં મોકલી શકશે અથવા બોલાવવામાં આવે ત્યારે હાજર થવાની શરતે તેને જામીન ઉપર છોડી શકશે