હાઇકોટૅના નિણૅય અનુસાર કેસનો નિકાલ કરવા બાબત - કલમ:૩૯૬

હાઇકોટૅના નિણૅય અનુસાર કેસનો નિકાલ કરવા બાબત

(૧) કોઇ પ્રશ્ન એ પ્રમાણે નિણૅયાથૅ મોકલવામાં આવે ત્યારે હાઇકોટૅ તેના વિષે પોતાને યોગ્ય લાગે તે હુકમ કરવો જોઇશે અને તે પ્રશ્નન નિણૅયાથૅ મોકલનાર કોટૅને તે હુકમની નકલ મોકલાવવી જોઇશે અને તેણે સદરહુ હુકમ અનુસાર તે કેસનો નિકલ કરવો જોઇશે (૨) આ રીતે નિણૅયાથૅ મોકલાયેલ પ્રશ્નની કાયૅવાહીનો ખચૅ કોણે આપવો તે વિશે હાઇકોટૅ આદેશ આપી શકશે