તપાસ કરવાનો હુકમ કરવાની સતા
કલમ ૩૯૭ હેઠળ કોઇ રેકડૅ તપાસ્યા પછી કે બીજી રીતે હાઇકોટૅ અથવા સેશનસ જજ કલમ ૨૦૩ કે કલમ ૨૦૪ની પેટા કલમ (૪) મુજબ કાઢી નાખેલી કોઇ ફરિયાદ અંગે અથવા કોઇ ગુનાના આરોપીને છોડી મુકવામાં આવ્યો હોય તેવા કેસ અંગે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને જાતે કે તેની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટ મારફત વધુ તપાસ કરી શકશે અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ્રે પોતે એવી વધુ તપાસ કરી શકશે અથવા પોતાની સતા નીચેના મેજિસ્ટ્રેટને તેમ કરવાનો આદેશ આપી શકશે
પરંતુ છોડી મુકવામાં આવેલ કોઇ વ્યકિતની બાબતમાં આ કલમ હેઠળ તપાસ કરવાનો આદેશ શા માટે ન આપવો તેનુ કારણ દશૅાવવા તે વ્યકિતને તક મળ્યા વિના કોઇ કોટૅ તેવો આદેશ આપી શકશે નહી
Copyright©2023 - HelpLaw