સેશન્સ જજની ફેર તપાસની સતા - કલમ:૩૯૯

સેશન્સ જજની ફેર તપાસની સતા

(૧) જેનુ રેકડૅ પોતે મંગાવ્યુ હોય તે કાયૅવાહીની બાબતમાં સેશન્સ જજ કલમ ૪૦૧ની પેટા કલમ (૧) હેઠળ હાઇકોટૅ વાપરી શકે તે તમામ કે કોઇ પણ સતા વાપરી શકશે

(૨) પેટા કલમ (૧) હેઠળ સેશન્સ જજ સમક્ષ ફેરતપાસ માટેની કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવે ત્યારે કલમ ૪૦૧ની પેટા કલમ (૨) (૩) (૪) અને (૫)ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી તે કાયૅવાહીને લાગુ પડશે અને સદરહુ પેટા કલમોમાંના હાઇકોટૅના ઉલ્લેખોનો અથૅ સેશન્સ જજના ઉલ્લેખો તરીકે કરવામાં આવશે (૩) ફેરતપાસ માટેની કોઇ પણ અરજી સેશન્સ જજ સમક્ષ કોઇ વ્યકિતએ કે તેના વતી કરેલ હોય ત્યારે તે વ્યકિતના સબંધમાં તેના ઉપરનો સેશન્સ જજનો નિણૅય આખરી રહેશે અને તે વ્યકિતની અરજ ઉપરથી ફેરતપાસ માટેની કોઇ વધુ કાયૅવાહી હાઇકોટૅ કે બીજી કોઇ પણ કોટૅ શરૂ કરી શકશે નહી.