હાઇકોટૅની ફેરતપાસની સતા - કલમ:૪૦૧

હાઇકોટૅની ફેરતપાસની સતા

(૧) કોઇ કાયૅવાહીનુ રેકડૅ હાઇકોટૅ પોતે મંગાવ્યુ હોય ત્યારે અથવા જે બીજી રીતે પોતાની જાણમાં આવે તે કેસમાં હાઇકોર્ટે પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કલમો ૩૮૬ ૩૮૯ ૩૯૦ અને ૩૯૧થી અપીલ કોટૅને મળેલી અથવા કલમ ૩૦૭થી સેશન્સ કોટૅને મળેલી સતા વાપરી શકશે અને ફેર તપાસ કરનાર કોટૅના બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્યા સરખી હોય ત્યારે તે કેસનો નિકાલ કલમ ૩૯૨માં ઠરાવેલી રીતે કરવો જોઇશે

(૨) આરોપી કે અન્ય વ્યકિતને પોતાના બચાવ માટે જાતે કે વકીલ મારફત

સુનાવણીની તક મળેલ હોય તે સિવાય તેને પ્રતિકુળ અસર થાય તેવો હુકમ આ કલમ હેઠળ કરી શકાશે નહી

(૩) આ કલમના કોઇ પણ મજકુરથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાના નિણૅયને દોષિત ઠરાવવાના નિણૅયમાં બદલવાનો કોઇ હાઇકોટૅને અધિકાર મળતો હોવાનુ ગણાશે નહી

(૪) આ અધિનિયમ હેઠળ અપીલ થઇ શકતી હોય અને અપીલ કરવામાં આવી ન હોય તો અપીલ કરી શકયો હોય તે પક્ષકારી અરજી ઉપરથી ફેરતપાસની કાયૅવાહી કરી શકાશે નહી.

(૫) આ કલમ હેઠળ અપીલ થઇ શકતી હોય પરંતુ કોઇ વ્યકિતએ હાઇકોટૅને ફેરતપાસ માટેની અરજી કરી હોય અને હાઇકોટૅને એવી ખાતરી થાય કે તેને અપીલ થઇ શકતી નથી તેવી ભુલ ભરેલી માન્યતા હેઠળ એવી અરજી કરવામાં આવી છે અને ફેર તપસ માટેની અરજીને અપીલ અરજી તરીકે ગણવાનુ ન્યાયના હિતમાં જરૂરી છે તો હાઇકોટૅને તે અનુસાર કાયૅવાહી કરી શકશે