ફેર તપાસ માટેના કેસો પાછળ ખેંચી લેવાની અથવા નિણૅયાર્થે મોકલી આપવાની હાઇકોર્ટની સતા - કલમ:૪૦૨

ફેર તપાસ માટેના કેસો પાછળ ખેંચી લેવાની અથવા નિણૅયાર્થે મોકલી આપવાની હાઇકોર્ટની સતા

(૧) એક જ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ એક કે તેથી વધુ વ્યકિતઓ ફેર તપાસ માટે હાઇકોટૅને અરજી કરે અને તે જ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ અન્ય કોઇ વ્યકિત ફેર તપાસ માટે સેશન્સ જજને અરજી કરે ત્યારે હાઇકોટૅ પક્ષકારોની સામાન્ય સગવડ અને સંકળાયેલ પ્રશ્નોની અગત્યતા ધ્યાનમાં લઇ બેમાંથી કઇ કોટૅ ફેર તપાસ માટેની અરજીઓનો આખરી નિકાલ કરવો જોઇએ તે નકકી કરવુ જોઇએ અને હાઇકોટૅ એવુ નકકી કરે કે ફેર તપાસ માટેની તમામ અરાઓની પોતે નિકાલ કરવો જોઇએ તો હાઇકોટૅ એવો આદેશ આપવો જોઇશે કે સેશન્સ જજ સમક્ષ જેનો નિકાલ બાકી હોય તે ફેર તપાસ માટેની અરજી પોતાના તરફ મોકલી આપવી અને હાઇકોર્ટ એવુ નક્કી કરે કે ફેરતપાસ માટેની અરજીઓનો નિકાલ પોતે કરવાનું જરૂરી નથી તો ફેરતપાસ માટેની પોતાને થયેલા અરજીઓ સેશન્સ જજને મોકલી આપવી તેવો તે આદેશ આપી શકશે (૨) ફેર તપાસ માટેની કોઇ અરજી હાઇકોટૅને મોકલવામાં આવે ત્યારે તે અરજી પોતાની સમક્ષ રીતસર કરવામાં આવેલ હોય તેમ તે કોર્ટની કાયૅવાહી કરશે (૩) ફેર તપાસ માટેની કોઇ અરજી સેશન્સ જજને મોકલવામાં આવે ત્યારે તે પોતાની સમક્ષ રીતસર કરવામાં આવી હોય તેમ તે જજ તેની કાયૅવાહી કરશે અરજી (૪) હાઇકોટૅ ફેર તપાસ માટેની કોઇ અરજી સેશન્સ જજને મોલે ત્યારે જેની ફેરતપાસ માટેની અરજીનો સેશન્સ જજે નિકાલ કરેલ હોય તે વ્યક્તિ કે વ્યક્તિઓની અરજી ઉપરથી હાઇકોર્ટને કે બીજી કોઇ કોટને બીજા ફેરતપાસ માટેની અરજી થઇ શકશે નહી.