પક્ષકારોને સાંભળવા કે નહી તે કોટૅની મરજી ઉપર હોવા બાબત - કલમ:૪૦૩

પક્ષકારોને સાંભળવા કે નહી તે કોટૅની મરજી ઉપર હોવા બાબત

આ અધિનિયમમાં અન્યથા સ્પષ્ટ રીતે ઠરાવ્યુ હોય તે સિવાય કોઇ કોટૅ પોતાની ફેરતપાસની સતા વાપરતી હોય ત્યારે તેની સમક્ષ જાતે કે વકીલ મારફત સુનવાણી કરવાનો કોઇ પક્ષકારને હક નથી પરંતુ કોટૅ પોતાને યોગ્ય લાગે તો એવી સતા વાપરતી વખતે કોઇ પક્ષકારને પોતાને કે તેના વકીલને સાંભળી શકશે