પોતાના નિણૅયના કારણોનુ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કરેલુ નિવેદન હાઇકોટૅ વિચારણામાં લેવા બાબત - કલમ:૪૦૪

પોતાના નિણૅયના કારણોનુ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કરેલુ નિવેદન હાઇકોટૅ વિચારણામાં લેવા બાબત

કોઇ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કાયૅવાહીનુ રેકડૅ હાઇકોટૅ કે સેશન્સ કોટૅ કલમ ૩૯૭ હેઠળ મંગાવે ત્યારે તે મેજિસ્ટ્રેટ પોતાના નિણૅયના કે હુકમના કારણો અને કેસના મુદ્દા અંગે પોતાને મહત્વની લાગે તેવી હકીકત દશૅ વતુ નિવેદન રેકડૅની સાથે સાદર કરી શકશે અને સદરહુ નિણૅય કે હુકમ નામંજુર કે રદ કરતા પહેલા તે કોટૅ તે નિવેદન વિચારણામાં લેવુ જોઇશે