
હાઇકોટૅનો બ હુકમ । પ્રમાણિત કરીને નીચલી કોટૅને મોકલવા બાબત
આ પ્રકરણ હેઠળ પોતે કોઇ કેસની ફેરતપાસ કરી તેમા ફેરફાર કરે ત્યારે હાઇકોટૅ કે સેશન્સ કોટૅ જે કોટૅ ફેર તપાસ હેઠળનો નિણૅય આપેલ હોય અથવા સજા કે હુકમ કરેલ હોય તે કોટૅને કલમ ૩૮૮માં જોગવાઇ કરેલી રીતે પોતાનો નિણૅય કે હુકમ પ્રમાણિત કરીને મોકલવો જોઇશે અને તે રીતે જેને સદરહુ નિણૅય કે હુકમ પ્રમાણિત કરીને મોકલવામાં આવે તે કોટૅ તે મળ્યા પછી એ રીતે પ્રમાણિત થયેલ નિણૅયને અનુરૂપ હુકમો કરવા જોઇશે અને જરૂર જણાય તે અનુસાર રેકડૅ સુધારવુ જોઇશે
Copyright©2023 - HelpLaw