
એક કોટૅના કેસો અને અપીલો બીજી કોટૅને મોકલવાની સપ્રીમ કોટૅની સતા
(૧) જયારે પણ સુપ્રીમ કોટૅને એવુ બતાવવામાં આવે કે ન્યાયના હેતુ માટે આ કલમ હેઠળ હુકમ કરવો ઇષ્ટ છે તો તે કોટૅ કોઇ ચોકકસ કેસ કે અપીલ એક હાઇકોટૅમાંથી બીજી હાઇકોટૅને મોકલી આપવાનો અથવા એક હાઇકોટૅની સતા નીચેની કોઇ ફોજદારી કોટૅમાંથી બીજી હાઇકોટૅની સતા નીચેની સમાન ચઢિયાતી હકુમત ધરાવતી બીજી ફોજદારી કોટૅને આપવાનો આદેશ આપી શકશે
(૨) સુપ્રીમ કોર્ટ આ કલમ હેઠળના પગલા ભારતના એટની જનરલ કે હિત ધરાવતા પક્ષકારની અરજી ઉપરથી જ લઇ શકશે અને એવી દરેક અરજી વિધિસર રીતે કરવી જોઇશે અને ભારતના એટની જનરલ કે રાજયના એડવોકેટ જનરલ અરજદાર હોય તે સિવાય તેના સમથૅનમાં સોગંદનામુ કે પ્રતિજ્ઞાપત્ર રજુ કરવુ જોઇશે
(૩) આ કલમથી મળેલી સતા વાપરવા માટેની કોઇ અરજી કાઢી નાખવામાં આવે ત્યારે તે અરજી વિચાર વગરની કે ત્રાસદાયક હતી એવો સુપ્રીમ કોટૅનો અભિપ્રાય થાય તો સુપ્રીમ કોર્ટે કેસના સંજોગો જોતા પોતાને યોગ્ય લાગે તેટલી એક હજાર રૂપીયા સુધીની નિર્દિષ્ટ રકમ અરજદારે તે અરજીના સામાવાળાને વળતર તરીકે આપવી એવો . હુકમ કરી શકશે
Copyright©2023 - HelpLaw