
સેશન્સ જજોએ કેસો અને અપીલો પાછી ખેંચવા બાબત
(૧) કોઇ પણ સેશન્સ જજ પોતાની સતા નીચેના કોઇ મદદનીશ સેશન્સ જજ કે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેનો કોઇ કેસ કે અપીલ તેની પાસેથી પાછો ખેંચી લઇ શકશે અથવા તોતે તેને સોંપેલ કેસ કે અપીલ પાછી મંગાવી શકશે
(૨) વધારાના સેશન્સ જજ સમક્ષ કોઇ કેસની ઇન્સાફી કાયૅવાહી કે અપીલની સુનાવણી શરૂ થતા પહેલા કોઇ પણ સમયે સેશન્સ જજ તે વધારાના સેશન્સ જજને પોતે સોપ્યા હોય તે કેસ કે અપીલ પાછી મંગાવી શકશે
(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ કેસ કે અપીલ સેશન્સ જજ પાછી ખેંચી લે અથવા પાછી મંગાવી લે ત્યારે તે પોતાની કોટૅમાં તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે અથવા તે અપીલ જાતે સાંભળી શકશે અથવા યથાપ્રસંગ ઇન્સાફી કાયૅવાહી માટે કે સુનાવણી માટે આ અધિનિયમની જોગવાઇઓ અનુસાર તેને બીજી કોઇ કોટૅને સોંપી શકશે
Copyright©2023 - HelpLaw