એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટોએ કેસો બીજાને સોંપવા બાબત કે પાછા ખેંચવા બાબત - કલમ:૪૧૧

એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટોએ કેસો બીજાને સોંપવા બાબત કે પાછા ખેંચવા બાબત

કોઇ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ નીચે પ્રમાણે કરી શકશે

(ક) પોતાની સમક્ષ શરૂ કરવામાં આવેલ કોઇ પણ કાયૅવાહી નિકાલ માટે પોતાની સતા નીચેના કોઇ પણ મેજિસ્ટ્રેટને સોંપી શકશે

(ખ) તેની સતા નીચેના મેજિસ્ટ્રેટ પાસેથી કોઇ પણ કેસ પાછો ખેંચી શકશે અથવા તેને સોપ્યો હોય તેવો કોઇ કેસ પાછો મંગાવી શકશે અને તેવી કાયૅવાહીનો જાતે નિકાલ કરી શકશે અથવા બીજા કોઇ મેજિસ્ટ્રેટને નિકાલ માટે તે કેસ મોકલી શકશે