કેદની જગ્યા નકકી કરવાની સતા - કલમ:૪૧૭

કેદની જગ્યા નકકી કરવાની સતા

(૧) તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી અન્યથા ઠરાવેલ હોય તે સિવાય આ અધિનિયમ હેઠળ કેદમાં રહેવાનો અથવા કસ્ટડીમાં રાખવાને પાત્ર કોઇ

વ્યકિતની અટકાયત માટેના સ્થળ વિશે રાજય સરકાર આદેશ આપી શકશે (૨) આ અધિનિયમ હેઠળ કેદમાં રહેવા કે કસ્ટડીમાં રાખવાને પાત્ર કોઇ વ્યકિત દીવાની જેલમાં અટકાયતમાં હોય તો તેને કેદમાં કસ્ટડીમાં રાખવાનો હુકમ કરનાર કોટૅ કે મેજિસ્ટ્રેટ તે વ્યકિતને ફોજદારી જેલમાં લઇ જવાનો આદેશ આપી શકશે

(૩) પેટા કલમ (૨) હેઠળ કોઇ અટકાયતીને ફોજદારી જેલમાં લઇ જવામાં આવે ત્યારે તેને ત્યાંથી મુકત કરવામાં આવે તે વખતે તેને નીચેના સંજોગો સિવાય દિવાની જેલમાં પાછો મોકલવો જોઇશે (ક) તેને ફોજદારી જેલમાં લઇ ગયા પછી ત્રણ વષૅ વીતી ગયા હોય અને તેમ હોય તો તેને યથાપ્રસંગ દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૫૮ હેઠળ અથવા પ્રાંતિક નાદારી અધીનિયમ ૧૯૨૦ ની કલમ ૨૩ હેઠળ

દિવાની જેલમાંથી છોડી મુકવામાં આવેલ હોવાનુ ગણાશે અથવા (ખ) જેણે તેને દીવાની જેલમાં રાખવાનો હુકમ કર્યો હોય તે કોટૅ ફોજદારી જેલમાં ઇન્ચાર્જ અધિકારીને દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ ની કલમ ૫૮ હેઠળ અથવા પ્રાતિક નાદારી અધિનિયમ ૧૯૨૦ની કલમ ૨૩ હેઠળ તે વ્યકિત છુટવાને હકદાર હોવાનુ પ્રમાણિત કરેલ હોય