કેદની સજાનો અમલ કરવા બાબત - કલમ:૪૧૮

કેદની સજાનો અમલ કરવા બાબત

(૧) કલમ ૪૧૩માં જોગવાઇ કરેલા કેસો સિવાયના કેસોમાં આરોપીને જન્મટીપની કે કેદની સજા કરવામાં આવે ત્યારે સજા ફરમાવનારી કોટૅ જે જેલમાં કે બીજે સ્થળે આરોપી હોય કે તેને રાખવાનો હોય તે જેલને કે સ્થળે તરત વોરંટ મોકલવુ જોઇશે અને આરોપી તે જેલમાં કે બીજે સ્થળે અટકાયતમાં ન હોય તો તેને વોરંટ સાથે તે જેલમાં કે સ્થળે મોકલી આપવો જોઇશે

પરંતુ આરોપીને કોટૅ ઊઠતા સુધીની કેદની સજા કરવામાં આવી હોય તો જેલને વોરંટ તૈયાર કરીને મોકલવાની જરૂર રહેશે નહી અને કોટૅ આદેશ આપે તેવા સ્થળે આરોપીને અટકાયતમાં રાખી શકાશે

(૨) આરોપી પેટા કલમ (૧)માં જણાવ્યા પ્રમાણેની કેદની સજા કરવામાં આવે તે વખતે તે કોટૅમાં હાજર ન હોય ત્યારે જે જેલમાં બીજે સ્થળે તેને અટકાયતમાં રાખવાનો હોય ત્યાં તેને મોકલવા માટે તે કોટૅ તેને પકડવાનુ વોરંટ કાઢવુ જોઇશે