
દંડ વસુલ કરવાનું વોરંટ
(૧) ગુનેગારને દંડની સજા કરવામાં આવી હોય ત્યારે સાજ કરનાર કોર્ટે નીચેની બેમાંથી એક રીતે અથવા તે બંને રીતે દંડની વસુલાત માટે પગલા લઇ શકશે એટલે કે તે કોટૅ (ક) ગુનેગારની કોઇ પણ જંગમ મિલકત જપ્તીમાં લઇ તેનુ વેચાણ કરીને દંડની રકમ વસુલ કરવાનું વોરંટ કારી શકશે (ખ) દંડ ન ભરનારની જંગમ કે સ્થાવર મિલકત કે તે બંનેમાંથી જમીન મહેસુલની બાકી તરીકે રકમ વસુલ કરવા જિલ્લા કલેકટરને અધિકાર આપતુ વોરંટ કાઢી શકશે પરંતુ સજાના હુકમમાં એવો આદેશ હોય કે દંડ ન ભરાય તો ગુનેગારે કેદની સજા ભોગવવી જોઇશે અને દંડ ન ભરવા તેણે પુરી સજા ભોગવી લીધી હોય તો કોઇ કોટૅ એવું વોરંટ કાઢી શકશો નહી સિવાય કે ખાસ કારણોની લેખિત નોંધ કરીને તેમ કરવાનું પોતાને જરૂરી લાગે અથવા દંડમાંથી ખચૅ કે વળતરની રકમ ચુકવવા માટેનો કલમ ૩૫૭ હેઠળનો હૂકમ તેણે કરેલ હોય
(૨) રાજય સરકાર પેટા કલમ (૧)ના ખંડ (ક) હેઠળના વોરંટો બજાવવાની રીત માટે અને એવા વોરંટની બજવણીમાં જપ્તીમાં લીધેલી મિલકત સંબંધમાં ગુનેગાર સિવાયની કોઇ વ્યક્તિએ કરેલા હકદાવાનો સંક્ષિપ્ત રીતે નિર્ણય કરવા માટેના નિયમો કરી શકશે
(૩) પેટા કલમ (૧)ના ખંડ (ખ) સેઠળ કોર્ટે જયારે કલેકટરને વોરંટ મોકલે ત્યારે એવું વોરંટ જમીન મહેસુલની બાકી વસુલ કરવાને લગતા કાયદા હેઠળ કાઢી આપેલ પ્રમાણપત્ર હોય તેમ એવા કાયદા અનુસાર કલેકટરે રકમ વસુલ કરવી જોઇશે પરંતુ ગુનેગારને પકડીને જે જેલમાં રાખીને એવુ કોઇ પણ વોરંટ બજાવી શકશે નહી
Copyright©2023 - HelpLaw