જેને આ અધિનિયમ લાગુ પડતો ન હોય તેવા કોઇ પ્રદેશમાનો કોટૅ કાઢેલ દંડ વસુલ કરવા માટેનુ વોરંટ - કલમ:૪૨૩

જેને આ અધિનિયમ લાગુ પડતો ન હોય તેવા કોઇ પ્રદેશમાનો કોટૅ કાઢેલ દંડ વસુલ કરવા માટેનુ વોરંટ

આ અધિનિયમમાં કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં ગમે તે મજકુર હોય તે છતા જેને આ અધિનિયમ લાગુ પડતો ન હોય તેવા પ્રદેશમાંની કોઇ ફોજદારી કોટૅ ગુનેગારને દંડની સજા કરી શોય અને સજા કરનાર કોટૅ આ અધિનિયમ જેને લાગુ પડતો હોય તે પ્રદેશના કોઇ જિલ્લા કલેકટરને જમીન મહેસુલ બાકી હોય તેમ રકમ વસુલ કરવાનો અધિકાર આપતુ વોરંટ કાઢે ત્યારે એવુ વોરંટ આ ધિનિયમ લાગુ પડતો હોય તે પ્રદેશમાંની કોટૅ કલમ ૪૨૧ની પેટા કલમ (૧)ના (ખ) હેઠળ કાઢેલુ વોરંટ હોવાનુ ગણાશે અને એવુ વોરંટ બજાવવા અંગેની સદરહુ કલમની પેટા કલમ (૩)ની જોગવાઇઓ તે અનુસાર લાગુ પડશે