કેદની સજાનો અમલ મોકુફ રાખવા બાબત - કલમ:૪૨૪

કેદની સજાનો અમલ મોકુફ રાખવા બાબત

(૧) જો ગુનેગારને માત્ર દંડની અને દંડ ન ભરે તો કેદની સજા કરવામાં આવેલ હોય અને દંડ તરત ભરી દેવામાં ન આવે તો કોટૅ નીચે પ્રમાણે કરી શકશે (ક) એવો હુકમ કરી શકશે કે દંડ હુકમની તારીખથી ત્રીસમે દિવસે કે તે પહેલા પુરેપુરો ભરી દેવો જોઇશે અથવા બે કે ત્રણ હપ્તે ભરી દેવો જોઇશે જેમાનો પહેલો હપ્તો હકુમની તારીખથી ત્રીસમે દિવસે કે તે પહેલા અને બીજો કે બીજા હપ્તા યથાપ્રસંગ ત્રીસ દિવસથી વધુ નહી એવા ગાળા કે ગાળાઓએ ભરી દેવા જોઇશે

(ખ) યથાપ્રસંગ દંડ કે તેના હપ્તા જે તારીખે કે તારીખોએ કે તે પહેલા ભરવાના હોય તે તારીખ કે તારીખોએ કોટૅ સમક્ષ પોતે હાજર થવાની શરતવાળો કોટૅને યોગ્ય લાગે તે પ્રમાણોનો રાખી કોટ તેને છોડી શકશે અને વાપ્રસંગ દંડની કે તેના કોઇ હપ્તાની સમ હુકમ મુજબ તે ભરવાની છેલ્લી તારીખ કે તે પહેલા વસુલ ન થાય તો કોટૅ કેદની સજાનો તરત અમલ કરવાનો આદેશ આપી શકશે

(૨) જે કેસમાં નાણા ચુકવી દેવાનો હુકમ કરવામાં આવયો હોય અને વસુલ ન થાય તો કેદની શિક્ષા થઇ શકતી હોય અને નાણા તરત ચુકવી દેવામાં ન આવ્યા હોય તે કેસમાં પણ પેટા કલમ (૧)ની જોગવાઇઓ લાગુ પડશે અને જેના વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને સદરહુ પેટા કલમમાં ઉલ્લેખ્યા પ્રમાણેનો મુચરકો આપવા ફરમાવવામાં આવે અને તે ન આપે તો કોટૅ તરત કેદની સજા ફરમાવી શકશે