નાસી છુટેલ દોષિત ગુનેગારને થયેલ સજાનો કયારે અમલ થશે તે બાબત - કલમ:૪૨૬

નાસી છુટેલ દોષિત ગુનેગારને થયેલ સજાનો કયારે અમલ થશે તે બાબત

(૧) કોઇ નાસી છુટેલ કેદીને આ અધિનિયમ હેઠળ મોતની જન્મટીપની કે દંડની સજા ફરમાવવામાં આવે ત્યારે એવી સજા આ અધિનિમયમાં આ પહેલા કરેલી જોગવાઇઓને આધીન

રહીને તરત અમલમાં આવશે (૨) નાસી છુટેલ દોષિત ગુનેગારને આ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ મુદતની સજા થયેલ હોય ત્યારે

(ક) તેવો ગુનેગાર નાસી જતી વખતે જે સજા ભોગવી રહેલ હોય તેના કરતા આવી સજા વધારે આકરા પ્રકારની હોય તો નવી સજા તરત અમલમાં આવશે

(ખ) તેવો ગુનેગાર નાસી જતી વખતે જે સજા ભોગવી રહેલ હોય તેના કરતા આવી સજા વધારે આકરા પ્રકારની ન હોય તો તે નાસી જતી વખતે તેની આગલી સજાની બાકી રહેલી મુદત જેટલી વધુ સજા તે ભોગવી લે ત્યાર પછી નવી સજા અમલમાં આવશે

(૩) પેટા કલમ (૨)ના હેતુઓ માટે સખત કેદની સજા સાદી કેદની સજા કરતા વધારે આકરા પ્રકારની હોવાનુ ગણાશે