બીજા ગુના મટે સજા પામી ચુકેલા ગુનેગારને સજા - કલમ:૪૨૭

બીજા ગુના મટે સજા પામી ચુકેલા ગુનેગારને સજા

(૧) કેદની સજા ભોગવી રહેલ કોઇ વ્યકિતને ત્યારે પછીના ગુના । સાબિતી માટે કેદની કે જન્મટીપની સજા કરવામાં આવે તો પછીની સજા એવી અગાઉની સજાની સાથોસાથ ભોગવવી એવો કોટૅ આદેશ આપે તે સિવાય એવી કેદની કે જન્મટીપની સજા તેનો અગાઉ થયેલ કેદની સજા પુરી થયા પછી શરૂ થશે

પરંતુ કલમ ૧૨૨ હેઠળના જામીનગીરી ન આપવા બદલ જેને કેદની સજા કરવામાં આવી હોય તે વ્યકિતને તે એવી સજા ભોગવી રેહલ હોય ત્યારે એવો હુકમ થયા પહેલા તેણે કરેલા કોઇ ગુના માટે કેદની સજા કરવામાં આવે તો એવી પછીથી કરવામાં આવેલી સજા તરત શરૂ થશે

(૨) જન્મટીપની સજા ભોગવી રહેલ વ્યકિતને ત્યારપછીના ગુનાસબિતી માટે નિર્દિષ્ટ મુદતની કેદની જન્મટીપની સજા કરવામાં આવે ત્યારે પછીની સજા એવી અગાઉની સજાની સાથોસાથ ભોગવવાની રહેશે