જે રકમ આપવાનો હુકમ કરવામાં આવેલ હોય તે દંડ તરીકે વસુલ થવા પાત્ર હોવા બાબત
આ અધિનિયમ હેઠળ થયેલા કોઇ હુકમની રૂએ આપવાપાત્ર (દંડ સિવાયની) રકમ વસુલ કરવાની અન્યથા સ્પષ્ટ રીતે ઠરાવી ન હોય ત્યારે તે રકમ દંડ હોય તેમ વસુલ કરી શકાશે
પરંતુ આ કલમની રૂએ કલમ ૩૫૯ હેઠળના હુકમને કલમ ૪૨૧ લાગુ પાડતી વખતે કલમ ૪૨૧ની પેટા કલમ (૧)ના પરંતુકમાં કલમ ૩૫૭ હેઠળનો હુકમ એ શબ્દો અને આંકડા પછી અથવા ખર્ચે અપાવવા માટેનો કલમ ૩૫૯ હેઠળનો હુકમ એ શબ્દ અને આંકડા દાખલ કરવામાં આવ્યા હોય તેમ તેનો અથૅ કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw