
સજામાં ઘટાડો કરવાની સતા
સમુચિત સરકાર સજા પામેલ વ્યકિતની સંમતિ વિના તેને થયેલી સજામાં નીચે પ્રમાણે ઘટાડો કરી શકશે (ક) મોતની સજાને બદલે ભારતના ફોજદારી અધિનિયમમાં જોગવાઇ થયેલી બીજી કોઇ પણ શિક્ષા (ખ) જન્મટીપની સજાને બદલે ચૌદ વષૅની વધુ ન હોય તેટલી નિર્દિષ્ટ મુદતની કેદની અથવા દંડની શિક્ષા (ગ) સખત કેદની સજાને બદલે જેટલી મુદત માટે તે વ્યકિતને સાજા થઇ શકત તેટલી મુદતની સાદી કેદની અથવા દંડની શિક્ષા (ઘ) સાદી કેદની સજાને બદલે દંડની શિક્ષા
Copyright©2023 - HelpLaw