કેટલાક કેસમાં સજા માફ કરવાની અથવા તેમા ઘટાડો કરવાની સતાઓ ઉપર નિયંત્રણ - કલમ:૪૩૩(એ)

કેટલાક કેસમાં સજા માફ કરવાની અથવા તેમા ઘટાડો કરવાની સતાઓ ઉપર નિયંત્રણ

કલમ ૪૩૨માં ગમે તે મજકુર હોય તે છતા જે ગુના માટે કાયદાથી મોતની સજા એક શિક્ષા તરીકે ઠરાવી હોય તે ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠૉ આજીવન કેદની સજા કરવામાં આવે ત્યારે અથવા કોઇ વ્યકિતને કરેલી મોતની સજામાં કલમ-૪૩૩ હેઠળ ઘટાડો કરીને આજીવન કેદની સજા કરવામાં આવી હોય ત્યારે એવી વ્યકિતએ ઓછામાં ઓછી ચૌદ વષૅની કેદ ભોગવ્યા સિવાય તેને જેલમાંથી છોડી મુકવામાં આવશે નહી